1.The Opening

  1. અલ્લાહ ના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
  2. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
  3. ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ
  4. બદલાના દિવસ (કયામત) નો માલિક છે
  5. અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ
  6. અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ
  7. તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના