101.The Calamity

  1. ખટખટાવી નાખનાર
  2. શું છે તે ખટખટાવી નાખનાર
  3. તને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે
  4. જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે
  5. અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે
  6. પછી જેના પલ્લા ભારે હશે
  7. તો તેઓ મનપસંદ એશઆરામ માં હશે
  8. અને જેના પલ્લાઓ હલ્કા હશે
  9. તેમનું ઠેકાણું હાવિયહ છે
  10. તને શું ખબર કે તે શું છે
  11. ભડકે બળતી આગ (છે)