109.The Disbelievers

  1. તમે કહી દો કે અય ઇન્કારીઓ
  2. ન હું બંદગી કરૂ છું તેની, જેની તમે બંદગી કરો છો
  3. ન તમે બંદગી કરવાના છો તેની, જેની હું બંદગી કરૂ છું
  4. અને ન હું બંદગી કરીશ, જેની તમે બંદગી કરો છો
  5. અને ન તમે તેની બંદગી કરવાના છો, જેની હું બંદગી કરી રહ્યો છું
  6. તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે