જે દિવસે સૂરમાં ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ ચાલી આવશો
અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે
અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે મરીચિકા બનીને રહી જશે
નિ:શંક દોઝખ ઘાતમાં છે
દુરાચારીઓ નું ઠેકાણુ તે જ છે
જેમાં તેઓ અગણિત વર્ષો સુધી પડ્યા રહેશે
ન તેમાં ઠંડી તથા પીણું ચાખશે
સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ
(તેમને) સંપૂર્ણ બદલો મળશે
નિ:શંક તેઓ હિસાબની આશા જ નહતા રાખતા
અને બેબાકીથી અમારી આયતોને જુઠલાવતા હતા
અને અમે દરેક વસ્તુને ગણી ગણીને લખી રાખી છે
હવે, તમે (પોતાની કરણીની) મજા ચાખો
નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે
બગીચાઓ અને દ્રાક્ષ છે
અને નવયુવાન કુમારિકાઓ
અને છલકાતા પ્યાલા
ત્યાં ન બકવાસ સાંભળશે અને ન તો જુઠી વાતો સાંભળશે
(તેમને) તમારા પાલનહાર તરફથી (તેમના સારા કાર્યો નો)આ બદલો મળશે. જે ભરપુર હશે
(તે પાલનહાર તરફથી મળશે જે) આકાશો અને જમીનનો અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે તેનો પાલનહાર છે, અને તે ખુબજ માફ કરવાવાળો છે, કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય
જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને તે યોગ્ય વાત કહેશે
તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે
નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારી યાતનાથી ડરાવી દીધા (અને ચોકન્ના કરી દીધા) છે. જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કદાચ હું માટી થઇ જાત