શું તમે ન જોયું કે તમારા પાલનહારે આદીઓ સાથે કેવો વર્તાવ કર્યો
સ્તંભોવાળા ઇરમની સાથે
જેમના જેવી (કોઇ કોમ) દુનિયામાં પેદા કરવામાં નથી આવી
અને ષમૂદવાળા સાથે જેઓએ ખીણમાં મોટા-મોટા પત્થરો કોતર્યા
અને ફિરઔન સાથે જે ખુંટાવાળો હતો
આ બધાએ શહેરોમાં માથું ઉંચક્યું હતું
અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો
છેવટે તારા પાલનહારે તેમના પર યાતનાનો કોરડો વરસાવી દીધો
હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે
મનુષ્ય (આ સ્થિતિ છે કે ) તેનો પાલનહાર જ્યારે તેની પરીક્ષા લે છે અને ઇઝઝત આપે છે, અને તેને ખુશહાલી આપે છે, તો તે કહેવા લાગે છે, મારા પાલનહારે મારૂ સન્માન કર્યું
અને જ્યારે તે તેની પરીક્ષા લે છે અને તેની રોજી તંગ કરી દે છે, તો તે કહેવા લાગે છે કે મારા પાલનહારે મારૂં અપમાન કર્યું
આવું કદાપિ નહીં ! પરંતુ (વાત એવી છે) કે તમે (જ) લોકો અનાથનો આદર નથી કરતા
અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી
અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો
અને ધનથી ખુબ પ્રેમ કરો છો
કદાપિ નહીં, જ્યારે ધરતી કુટી-કુટીને બરાબર કરી દેવામાં આવશે
અને તમારો પાલનહાર (પોતે) આવી જશે અને ફરિશ્તાઓ કતારબંધ આવશે
અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે
એ કહેશે કે કદાચ ! મેં પોતાના આ જીવન માટે પહેલા કંઇ મોકલ્યું હોત
બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય
ન તેના જેવી જકડ કોઇની જકડ હશે
ઓ સંતોષી જીવ
તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન