90.The City

  1. હું આ શહેરના સોગંદ ખાઉં છું
  2. અને તમે આ શહેરમાં રહો છો
  3. અને (સોગંદ છે) માનવીઓ ના પિતા અને સંતાનના
  4. નિ:શંક અમે માનવીનું (ખુબ જ) કષ્ટમાં સર્જન કર્યુ છે
  5. શું તે એમ ધારે છે કે તેના પર કોઇ કાબુ નહીં પામે
  6. કહેતો (ફરે) છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું
  7. શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી
  8. શું અમે તેની બન્ને આંખો નથી બનાવી
  9. અને જીભ અને હોઠ (નથી બનાવ્યા)
  10. અમે દેખાડી દીધા તેને બન્ને માર્ગ
  11. પરંતુ તેનાથી ઘાટીમાં પસાર થવાનું ન થઇ શકયું
  12. અને શું ખબર પડી કે ઘાટી શું છે
  13. કોઇ ગળા (બાંદી- બાંદીઓ) ને મુક્ત કરાવવું
  14. અથવા તો ભુખમરા ના દિવસે ભોજન કરાવવું
  15. કોઇ સંબધીઓ માં ના અનાથ ને
  16. અથવા તો રઝળતા ગરીબ ને
  17. ફરી તે લોકો માંથી થઇ જતો જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરે છે
  18. આ જ લોકો છે જમણી બાજુ વાળા (ખુશહાલ લોકો)
  19. અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુ:ખી લોકો છે
  20. તે જ લોકો પર આગ હશે. ચારેવ બાજુથી ઘેરેલી હશે