93.The Morning Hours

  1. સોગંદ છે પ્રકાશિત સમયનાં
  2. અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય
  3. ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે
  4. નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે
  5. તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો
  6. શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું
  7. અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું
  8. અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા
  9. બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો
  10. અને ન માંગવાવાળા ને ધુત્કારો
  11. અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો