94.The Consolation

  1. શું અમે તમારી છાતી નથી ખોલી નાખી
  2. અને તમારા પર થી તમારો ભાર અમે ઉતારી દીધો
  3. જેણે તમારી પીઠ તોડી દીધી હતી
  4. અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી
  5. બસ ! નિ:શંક તંગીની સાથે સરળતા છે
  6. ચોક્કસપણે તંગીની સાથે સરળતા છે
  7. બસ જ્યારે તમે પરવારી જાવ તો બંદગી માં મહેનત કરો
  8. અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ