97.The Power, Fate

  1. નિ:શંક અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ
  2. તને શું ખબર કે કદ્રની રાત શું છે
  3. કદ્રની રાત એક હજાર મહીનાઓ થી ઉત્તમ છે
  4. તે (રાતમાં દરેક કાર્ય) કરવા માટે પોતાના પાલનહારના આદેશથી ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) ઉતરે છે
  5. આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને પરોઢના ઉદય સુધી (રહે છે)