99.The Earthquake

  1. જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે
  2. અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે
  3. માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ
  4. તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે
  5. એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે
  6. તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે
  7. બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે
  8. અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે